ભરૂચના મહંમદપૂરા વિસ્તારમાં હાઈમાસ્કના રીપેરીંગ કામગીરી દરમિયાન ક્રેનનું બેલેન્સ હતી જતાં રીપેરીંગ માટે ચઢેલો વ્યક્તિ પટ્ટા સાથે લટકી ગયો.હતો. જોકે સદનસીબે નીચે ઉભેલા લોકો તેને પકડી બચાવી લીધો હતો.
ભરૂચ શહેરમાં અનેક વિસ્તારોમાં મોટી હાઇમાસ્ક લાઈટો આવી છે.જેને રીપેરીંગ કરવા માટે ક્રેન જેવા સાધનોની.જરૂર પડતી હોય છે.ગતરોજ રાત્રીના હાઇમાસ્ક લાઈટના પોલની કામગીરી ચાલી રહી હતી તે સમયે ક્રેન દ્વારા તેને ઉઠાવવામાં આવી હતી.આ સમયે દરમિયાન હાઇમાસ્કના પોલને ઉઠેલી ક્રેનનું બેલેન્સ જતા થાંભલો નમી પડ્યો હતો.આ સમયે ત્યાં કામગીરી કરી રહેલો એક વ્યક્તિ ત્યાં પટ્ટા પર લટકી પડતા બુમાબુમ થઈ ગઈ હતી.જોકે સદનસીબે ત્યાં નજીક રહેલા લોકોએ દોડી આવી ઉપર લટકેલા વ્યક્તિને પકડીને સલામત રીતે નીચે ઉતાર્યો હતો.પોલ પરથી વ્યક્તિ નીચે ઉતરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.જોકે અત્રે ઉલ્લેખનીય છે કે, આટલા મોટા હાઇમાસ્ક લાઈટની કમગીરી કરનાર વ્યક્તિએ કોઈ પણ સેફટીના સાધનો વગર કામગીરી કરી રહયો હતો.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com