ગુજરાત સરકાર અને ગુજરાત રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૫ નવેમ્બર૨૦૨૪ સોમવારના રોજ સવારે ૯.૦૦ કલાકે ભરૂચ જિલ્લાના મીડિયાકર્મીઓ માટે વિનામૂલ્ય હેલ્થ ચેકઅપ કાર્યક્રમ નું આયોજન ભરૂચ જિલ્લા રેડ ક્રોસ શાખાના ભવન ખાતે રાખવામાં આવેલ છે. હેલ્થ ચેકઅપ કાર્યક્રમમાં બ્લડ કાઉન્ટ, બ્લડ ગ્રુપ, લીવર ફંક્શન, લિપિડ પ્રોફાઈલ, કીડની ફંકશન ટેસ્ટ, સાંધા માટે યુરિક એસિડ ટેસ્ટ ,હાડકા માટે કેલ્શિયમ વગેરે ટેસ્ટ, થાઇરોઇડ માટે હાર્મોનલ ટેસ્ટ (ટી એસ એચ ).આ ઉપરાંત વિટામિન બી૧૨,વિટામીન ડી, ડાયાબિટીસ માટેના ટેસ્ટ ,50 થી વધુ ઉંમરના પુરુષો માટે પ્રોસ્ટેટ ટેસ્ટ ,35 થી વધુ ઉમરના માટે ચેસ્ટ એક્સ રે( PA view) ,ઇસીજી (ECG )તથા 35 થી વધુ ઉમરની મહિલાઓ માટે કેન્સરને લગતી મેમોગ્રાફી ટેસ્ટ તથા સર્વાઇકલ કેન્સર ને લગતી PAP smear ટેસ્ટ જેવા પરીક્ષણો કરવામાં આવશે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com