Geo Gujarat News

ભરૂચ: નબીપુર ખાતે ગુજરાત 100 બતાલીયન રેપીડ એક્શન ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ

નબીપુર પોલીસ સ્ટેશનના પી.આઈ પોતાના સ્ટાફ સાથે હાજર રહ્યા : ગુજરાત 100 બતાલિયન રેપીડ એક્શન ફોર્ષ ની ટીમો ગુજરાત રાજ્યના વિવિધ સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈ ફ્લેગમાર્ચ કરી ભૌગોલિક રચના થી મહેતગર થઈ રહી છે. તે અંતર્ગત તેમની એક ટૂકડી રેપીડ એક્શન ફોર્ષના ડી.વાય.એસ.પી. રાજેશ તિવારી ની દોરવણી હેઠળ ગતરોજ ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનની મુલાકાતે આવી હતી. તેમણે આ દરમ્યાન ગામની ભૌગોલિક રચના જાણવા માટે નબીપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.કે.પરમાર અને સ્ટાફ ને સાથે રાખી ફ્લેગમાર્ચ યોજી. આ દરમ્યાન પ્રજાનો પણ સારો પ્રતિભાવ રહ્યો હતો.

સલીમ કડુજી, નબીપુર 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *