Geo Gujarat News

અંકલેશ્વર: નગર સેવા સદન દ્વારા ગજાનંદ સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇનના કાર્યનું ખાતમુહૂર્ત કરાયું

અંકલેશ્વરમાં ચોમાસામાં ભારે વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે અનેક લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે. ત્યારે અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા વોર્ડ નંબર 2માં આવેલ ગજાનંદ સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇન નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. રૂપિયા 22 લાખના ખર્ચે આ પાઇપલાઇન નાખવામાં આવશે. જેના કાર્યનું આજરોજ નગરપાલિકાના પ્રમુખ લલીતા રાજપુરોહિતના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ નગર સેવા સદનના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *