Geo Gujarat News

આમોદ: નગર સહિત મિશ્ર શાળા 2 માં પ્રાથમિક શાળાના નવીનીકરણ માટે ખાતમુહૂર્ત કરાયું

આમોદ નગર સહિત બે પ્રાથમિક શાળાના નવીનીકરણ માટે ધારાસભ્ય ડી.કે. સ્વામીએ ખાતમુહુર્ત કર્યુ હતું. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આમોદ પ્રાથમિક મિશ્ર શાળા નંબર -૨ ના નવીનીકરણ માટે લાખો રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જે નિમિત્તે ધારાસભ્ય ડી.કે.સ્વામી હસ્તે પ્રાથમિક મિશ્ર શાળા નંબર-૨ માં ખાતમુહુર્તનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.

ધારાસભ્ય ડી.કે.સ્વામીનુ શાળા પરીવાર તથા વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું. : જેમાં આવેલાં મહેમાનોનું શિક્ષકોએ પુષ્પગુચ્છ આપી ભાવભીનું સ્વાગત કર્યુ હતું. આ પ્રસંગે તાલુકા શિક્ષણ અધિકારી શબ્બીર સાપા, તાલુકા શિક્ષક ઘટક સંઘના મંત્રી ઇલ્યાસ પટેલ, આમોદ તાલુકા મહામંત્રી ડૉ. પ્રવિણસિંહ રાઉલજી, દીપક ચૌહાણ,અને આમોદ મહિલા મોરચાનાં પ્રમુખ વૈશાલી મોદી,આમોદ પાલિકા સદસ્યો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

તેમજ ધારાસભ્ય ડી.કે.સ્વામીએ પ્રાસંગિક ઉદબોધન કરી વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા હતાં. તેમજ સદસ્ય બીજલ ભરવાડ, મહિલા મોરચાના પ્રમુખ વૈશાલી મોદી સહિતના લોકોએ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું.આ પ્રસંગે શાળાનાં આચાર્ય ઈશાક પટેલનું ધારાસભ્ય ડી.કે.સ્વામીએ પુષ્પગુચ્છ આપી સન્માન કર્યુ હતું.

યાસીન દિવાન, આમોદ

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *