Geo Gujarat News

ઝઘડિયા: રેતીના પ્લાન્ટ પર રમી રહેલ એક વર્ષના બાળક પર ટ્રેક્ટર ચડી જતા બાળકનું કમકમાટીભર્યું મોત.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સુલતાનપુરા ખાતે એક રેતી (સિલિકા)ના પ્લાન્ટ પર એક ટ્રેકટરની અડફેટે એક વર્ષીય બાળકનું કરુણ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર ઝઘડિયા સુલતાનપુરા ખાતે મામલતદાર કચેરીની સામે આવેલ રીન્કુ રેતી (સિલિકા )પ્લાન્ટ ખાતે ગતરોજ તા.૨૭ મીના રોજ સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં મુળ મધ્યપ્રદેશના અને હાલ ઝઘડિયા ખાતે રહેતા એક શ્રમજીવી પરિવારનો વિનોદ કલસિંગભાઇ ભુરીયા નામનો એક વર્ષીય બાળક રમી રહ્યો હતો,તે દરમિયાન રાકેશ ભાભોર નામનો ટ્રેકટર ચાલક તેનું ટ્રેક્ટર પુર ઝડપે ગફલતભરી રીતે હંકારી લાવતા રમી રહેલ વિનોદના માથા પર ટ્રેકટર ચડી ગયું હતું,આ અકસ્માતમાં વિનોદને ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળેજ કરુણ મોત થયું હતું. અકસ્માત સંદર્ભે મૃતકના પિતા કલસિંગ જાંમુભાઇ ભુરીયા હાલ રહે.સુલતાનપુરા ઝઘડિયા અને મુળ રહે.મધ્યપ્રદેશનાએ અકસ્માત સર્જનાર ટ્રેકટર ચાલક રાકેશ ભાભોર વિરૂધ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

કાદર ખત્રી, ઝઘડિયા

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *