Geo Gujarat News

નેત્રંગ: પોલીસે મોટા માલપોર ગામના રેલ્વે ફાટક પાસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ પો.સ્ટેશનના પો.કમઁચારીઓ પેટ્રોલીંગમાં હતા.જે દરમ્યાન નેત્રંગથી રાજપારડી જવાના રોડ તરફથી એક સ્વિપ્ટ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ઊંડી ગામ થઇ મોટા માલપોર ગામ તરફ આવે છે,અને વિદેશી દારૂ ભરેલ સ્વિપ્ટ ગાડીની આગળ એક સ્કુટર પર બે ઇસમો પાયલોટીંગ કરે છે તેવી બાતમીના આધારે નેત્રંગ પોલીસે મોટા માલપોર ગામના રેલ્વે ફાટક પાસે વોચ ગોઠવી મોપેડ આવતા પોલીસે તેને અટકાવી પુછપરછ હતા.ત્યારે વિદેશી દારૂ ભરેલ સ્વીફ્ટ ગાડી આવતા પોલીસે તેને ઈશારો કરી અટકાવવા કહેતા ગાડી ચાલકે કાર વાળી ઊંડી ગામ તરફ ભાગવા જતા વળાંક પાસે કપાસના ખેતરમાં ઉતારી સ્થળ પર કાર મુકી ફરાર થઇ ગયો હતો.જેમાં પોલીસે તપાસ કરતા વિદેશી દારૂની બોટલ ૪૮૦ નંગ જેની કિંમત ૭૨ હજારનો દારૂ અને મોપેડ-સ્વીફ્ટ ગાડી મળીને કુલ ૪ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી ઊંડી ગામના નિશાળ ફળિયામાં રહેતો હિરેન ભીમસિંગ વસાવા અને શૈલેશ ઈશ્વર વસાવાને ઝડપી પાડ્યો હતો.જયારે વિદેશી દારૂનો જથ્થો આપનાર કાટીપાડા ફોરેસ્ટ કંપનીમાં રહેતો હસમુખ ગણપત વસાવા અને મંગાવનાર અજય વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.જે માહિતી આજ રોજ ત્રણ કલાકે મળે હતી.

કાદર ખત્રી, ઝઘડિયા

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *