ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડાના વાર્ષિક ઇન્સ્પેકશનના ભાગરૂપે નવા બનાવેલા ગેટ અને લોક દરબારનું અયોજન કરાયુ હતું.જેમાં મોટી સંખ્યામાં શાંતિ-સમિતિ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેર એ.ડિવિઝન પોલીસ મથકના વાર્ષિક ઈન્સ્પેકશન નિમિત્તે પ્રથમ ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાના હસ્તે એ.ડીવીઝન પોલીસ દ્વારા બનાવવામાં આવેલા પ્રવેશ દ્વારનું રીબીન કાપીને લોકાર્પણ કરાયુ હતું.ત્યાર બાદ એ ડીવીઝન પોલીસ મથકનું વાર્ષિક ઈન્સ્પેકશનના ભાગરૂપે એસપી દ્વારા પોલીસ કર્મીઓનું નિરીક્ષણ કરી જરૂરી સુચનાઓ આપી હતી.ત્યાર બાદ એસપી મયુર ચાવડાની અધ્યક્ષતામાં લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો.જેમાં વિવિધ વિસ્તારના રહીશો, અગ્રણીઓ,લોક પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહ્યા હતા.

જેમાં ઉપસ્થિત રહેલા પ્રતિનિધિઓએ શહેરમાં ટ્રાફિક, સુરક્ષા સહિતના વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆતો કરી હતી.લોકોએ કરેલી રજૂઆતો અંગે એસપીએ પોલીસ અધિકારીઓને લોકોની સમસ્યાઓ વહેલી તકે દૂર કરવા માટે આદેશ પણ આપ્યા હતા. આ કાર્યક્રમમાં ભરૂચ શહેર ડીવાયએસપી સી.કે.પટેલ,એ ડીવીઝન પીઆઈ વી.યુ. ગદરિયા, સેકન્ડ પીઆઈ વ્યાસ સહિતના પીએસઆઈ અને પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com