નવયુગ વિદ્યાલય જંબુસરમાં જન સેવા એજ પ્રભુ સેવા અંતર્ગત જુદી જુદી સેવાકીય પ્રવૃતિઓ થાય છે. તથા દર મહિનાના પહેલા રવિવારે મફત નેત્રયજ્ઞ થાય છે. જે અનુસંધાને આજરોજ 306મો મફ્ત નેત્રયજ્ઞ યોજાયો હતો. જેમાં ખૂબજ મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો હતો.

આ આંખના દર્દીઓને શંકરા આઈ હોસ્પિટલ (મોગર) લઈ જઈ ત્યા રહેવા ,જમવા, મોતિયા, છારી, ઝામર વેલ ,જેવા ઓપરેશન કરી દવા ચશ્મા સાથે પરત મૂકી જવાની તમામ સુવિધાઓ નિ:શુલ્ક રહેશે તેમ નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવામાં ગીરીશભાઈ ગોહિલ તથા આશિષભાઈ બારોટનો વિશેષ ફાળો રહ્યો છે. જેમની મહેનતને શાળા પરિવારે અને શાળા મંડળે બિરદાવી હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com