Geo Gujarat News

ભરૂચ: નદીના પટમાથી બે ઇસમો દારૂના જથ્થા સાથે ઝડપાયા, 1.88 લાખનો મુદ્દામાલ જપ્ત, એક વોન્ટેડ જાહેર

ભરૂચ શહેર એ.ડીવીઝન પીઆઈ વી.યુ.ગડરીયાએ તેમના વિસ્તારમાં ચાલતી દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢીને તેને બંધ કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા.જે અનુસંધાને સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ ડી.એ.ઝાલા અને તેમની ટીમને”દાંડીયા બજાર મચ્છી માર્કેટ પાસે રહેતો નીખીલ તેલંગ નાનો એક ઓટો રીક્ષમાં ઇંગ્લીશ દારૂનો માલ ભરીને નદી કિનારે પટમાં ખાલી કરવાનો છે.જે માહિતીના આધારે તે સ્થળે રેઇડ કરતા નદી કિનારાના પટમાં એક ઓટો રીક્ષા આવતી દેખાતા તેને રોકી ઘેરો કરી સાથેના પંચો રૂબરૂ રીક્ષા નં.GJ-16- AT-7533 માં જોતા પાછળના ભાગે ઈંગ્લીશ દારૂ ભરેલા બોક્ષ મળી આવ્યા હતા.

આ બંને આરોપીઓના નામ ઠામ પુછતાં લાલસીંગ દરબાર અને નીખીલ સુખદેવ તેલંગ હોવાનું જણાવ્યું હતું.રિક્ષામાં તપાસ કરતાં તેમાંથી ઇંગ્લીશ દારૂ તથા બીયરના ટીનનો કુલ બોક્ષ નંગ 07 મળી આવ્યા હતા.જ્યારે ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂ તથા બીયર ટીનની અલગ અલગ બ્રાન્ડની બોટલ તથા ટીન કુલ નંગ-156 જેની કુલ કી.રૂ. 28,080 નો પ્રોહી. મુદ્દામાલ મળી આવેલ તથા મોબાઇલ નંગ-02 કિ.રૂ.10 હજાર તથા ઓટો રીક્ષા કિ.રૂ.1.50 લાખ મળી કુલ રૂ.1,88,080 નો મુદ્દામાલ કબ્જે કરીને ચાવજ ગામના અક્ષય નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *