સરકારે સન્ ૨૦૧૧ પછી રાજ્યની જમીન-મિલકત જંત્રીમાં સુધારો-વધારો કયૉ ન હતો.ત્યારબાદ સન્ ૨૦૨૩ માં ઠરાવ કરીને જમીન-મિલકતની જંત્રી બમણી કરવામાં આવી હતી.પરંતુ સન્ ૨૦૨૪ ડ્રાફ્ટમાં જમીન-મિલકતોના જંત્રી દર સન ૨૦૧૧ કરી દેવામાં આવતા ખેડુતોમાં આક્રોશ જણાઇ રહ્યો છે.કુદરતી આફતની સાથે સિંચાઈના પાણીની અપુરતી સુવિધાઓ સાથે ખેડુતો ખેતીકામ યોગ્ય રીતે ખેતી કરી શકતા નથી.ખેડુતોની દયનીય હાલત બની જવા પામી છે.રાજ્ય સરકારે ૨૦૨૪ ડ્રાફ્ટમાં જમીન-મિલકતોના જંત્રી દર સન ૨૦૧૧ માં શા માટે ઘટાડી દેવામાં આવ્યા તે એક પેચીદો પ્રશ્ન ઉદભવ્યો છે.

વાલીયા એપીએમસીના ચેરમેન-ભરૂચ કિશાન મોરચાના પ્રમુખ યોગેશ મહિડા અને દિલીપસિંહ મહિડાની આગેવાનીમાં વાલીયા તાલુકાના ખેડુતોએ ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવાને આવેદન જમીનના જંત્રીના પ્રશ્નનું હકારાત્મક નિર્ણય કરવા અને જંત્રીના ભાવમાં વધારો કરવાની માંગ કરી હતી રાજ્ય સરકારના ૨૦૨૪ ડ્રાફ્ટમાં જમીન-મિલકતોના જંત્રી દર ૨૦૧૧ કરતાં ઘટાડી દેવામાં આવતા વાલીયા તાલુકાના ખેડુતોમાં ભારે નારાજગી વ્યાપી જવા પામી છે.ખેડુતો આંદોલનના મુડમાં જણાઇ રહ્યા છે.ઉગ્ર રજુઆત કરી રહ્યા છે.તેવા સંજોગામાં ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવા,ધારાસભ્ય રિતેશભાઈ વસાવા અને જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને ખેડુતોના હિતમાં નિર્ણય કરવા માટે લેખિત રજુઆત કરી હતી.

કાદર ખત્રી, જઘડિયા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com