Geo Gujarat News

ભરૂચ: જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની રાજકોટ મ્યુનિ. કમિશનર તરીકે બદલી, જાણો કોણ છે. ભરૂચના નવા કલેક્ટર.!

ગુજરાત સરકાર દ્વારા IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકારે એક અખબારી યાદી જાહેર કરી છે, જેમાં અધિકારીઓની બદલીની માહિતી આપવામાં આવી છે. રાજ્ય સરકારે તુષાર ધોળકિયાને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંગળના ચેરમેન બનાવ્યા છે. પહેલા ગૌણ સેવાનો વધારાનો ચાર્જ IAS અધિકારી કમલ દાયાણી પાસે હતો. હવે સરકારે આ પદ પર તુષાર ધોળકિયાની વરણી કરી છે.

ભરૂચ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી કલેકટર તરીકે ફરજ બજાવતા 2012ના IAS તુષાર સુમેરાની બદલી કરાઈ છે. ગાંધીનગર સચિવાલય તરફથી ત્રણ IAS અધિકારીઓની બદલીના ઓર્ડર થયા હતા. જેમાં ભરૂચ જિલ્લામાં લગભગ છેલ્લા ત્રણ વર્ષ ઉપરાંતથી જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવનાર તુષાર સુમેરાનો પણ સમાવેશ કરાયો છે. જેમાં તેમને ભરૂચથી રાજકોટ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નિકાલ માટે મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરાઈ છે. રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈની પણ બદલી કરવામાં આવી છે, જ્યારે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર દલપતભાઈ સુમેરાને રાજકોટના નવા મ્યુ. કમિશનર બનાવવામાં આવ્યા છે, જ્યારે ડી.પી.દેસાઈની રાજકોટથી બદલી કરી અમદાવાદ ઔડાના સીઈઓ બનાવવામાં આવ્યા છે.

ગૌરાંગ એચ.મકવાણાની ભરૂચ કલેક્ટર તરીકે બદલી કરાઈ છે. ભરૂચ જિલ્લા કલેક્ટર તરીકે વર્ષ 2012ના IAS અને હાલમાં ગાંધીનગર ખાતે ઇન્ડસ્ટ્રીએલ એકટેન્શન બ્યુરો (ઇન્ડેક્સ બી)ના મેનેજીંગ ડિરેક્ટર ગૌરાંગ એચ.મકવાણાની ભરૂચ કલેક્ટર તરીકે બદલી કરાઈ છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *