Geo Gujarat News

ભરૂચ: ડો.ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિને કોંગ્રેસ-ભાજપ દ્વારા તેમની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અપાઈ

ભરૂચમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડો.ભીમરાવ બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ મનાવવા આવ્યો હતો.જેમાં રાજકીય પાર્ટીઓ,સામાજીક સંસ્થાઓએ સ્ટેશન સર્કલ નજીક આવેલા ડો, બાબા સાહેબ આંબડેકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિને શ્રદ્ધાંજલિ અર્પી હતી.જ્યારે કોંગ્રેસ પાર્ટીએ તેમના કાર્યાલય ખાતે કાર્યક્રમ યોજયો હતો

ભારતીય બંધારણ નાં ઘડવૈયા ડો બાબાસાહેબ આંબેડકરના મહા નિર્વાણ દિવસ નિમિત્તે શુક્રવારના રોજ ભરૂચ ખાતે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા શહેરના સ્ટેશન સર્કલ નજીક આવેલા ડો બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.જ્યાં ઉપસ્થિત સામાજીક સંસ્થાના લોકો, બામસેફ,રાજકીય પાર્ટીઓના નેતાઓએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહો બાબાસાહેબ અમર રહોના નારાથી ગુંજી ઉઠ્યું હતું.આ કાર્યક્રમમાં ભાજપના ભરૂચ ના સાંસદ મનસુખ વસાવા,ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,પૂર્વ ધારાસભ્ય અને દિવ દમણના પ્રભારી દુષ્યંત પટેલ, મહામંત્રી નિરલ પટેલ, ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ,શહેર પ્રમુખ પ્રકાશ પટેલ,જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહીતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે બામસેફના બેચર રાઠોડ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

તો બીજી તરફ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ નિમિત્તે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા,શહેર કોંગ્રેસ પ્રમુખ હરીશ પરમાર આગેવાન સલીમ અમદાવાદી, ઝુબેર પટેલ તેમજ કાર્યકરો જોડાયા હતા.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *