ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નાના સાજા ફાટક પાસે પાંચ વાગ્યાની આસપાસ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી ટ્રાફિકજામ સર્જાતા વાહન ચાલકોના ઇંધણ તેમજ સમયનો પણ બગાડ થયો હતો, મળતી માહિતી મુજબ ફાટક પાસે રસ્તામાં એક હાઇવા ટ્રક ખોટકાઈ ગઈ હતી. જેને લઇ ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો, આ ટ્રાફિક જામમાં 108 એમ્બ્યુલન્સ તેમજ અન્ય એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી. પોલીસ દ્વારા ટ્રાફિકને હળવો કવાયત હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ ટ્રાફિક ઓછું થતા વાહન વ્યવહાર પૂર્વરત થયો હતો.

કાદર ખત્રી, ઝઘડિયા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com