સમસ્ત માછીમાર સમાજ ભરૂચ જિલ્લા દ્વારા શનિવારે મુખ્યમંત્રીને સંબોધતુ આવેદનપત્ર કલેકટરને અપાયું હતું. ત્રણ દિવસ પહેલા પરંપરાગત માછીમારો પર ગેરમાછીમારો દ્વારા હુમલો કરાયો હતો. ગેર માછીમારો નર્મદા નદીમાં ગેરકાયદેસર માછીમારી સાથે દારૂ, કોલસો, બાવળ સહિતની હેરફેરની ગેરકાયદે પ્રવૃતિઓ પણ કરી રહ્યાનો આક્ષેપ કરાયો છે. તેઓ નશામાં પરંપરાગત માછીમારો પર હુમલો કરવા સાથે ખુટા મારી માછીમારી કરતા હોય પરંપરાગત માછીમારીની આજીવિકા પર ફટકો પડી રહ્યો છે. જેને લઈ તેઓની ગેરકાયદે બોટો કબ્જે કરી નર્મદા નદીમાંથી ગેરમાછીમારો દ્વારા થતી અસામાજિક પ્રવુતિ દૂર કરવા માંગ કરાઈ છે. જો તંત્ર આમ કરવામાં ઉણું ઉતરશે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાય છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com