ખેલમહાકુંભ ૩.૦ ભાગ વિવિધ વયજૂથના વિદ્યાર્થીઓ – રમતવીરોને ખેલ મહાકુંભમાં ભાગ લેવા અનુરોધ :- સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ખેલમહાકુંભ ૩.૦ નું આયોજન છે. શાળા, ગ્રામ્ય તાલુકા, ઝોન કક્ષા, જિલ્લા-મહાનગર પાલિકા, ઝોન કક્ષા (ટીમ રમત) અને રાજ્ય કક્ષાની વિવિધ સ્પર્ધા યોજાશે. આ કાર્યક્રમના આયોજન અર્થે નિવાસી અધિક કલેકટર એન.આર.ધાધલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. શાળા કક્ષાએથી ઓલોમ્પિકમાં પ્રતિભાઓ પહોંચે તે માટે ખેલમહાકુંભ સારામાં સારું પ્લેટફોર્મ છે ત્યારે વયજૂથના નાગરિકો, ખેલાડીઓ અને રસ ધરાવતા હોય તેવા તમામ લોકોનું વધુમાં વધુ રજિસ્ટ્રેશન થાય તે પ્રકારે આયોજન કરવા જણાવ્યું હતું. ભરૂચ જિલ્લા નિવાસી અધિક કલેકટરએ જણાવ્યુ કે, ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત શાળા કક્ષાએ અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪ અને અંડર-૧૭ની વયજૂથમાં એથ્લેટિક્સ રમતમાં તમામ શાળાઓએ ફરજિયાત ભાગ લેવાનો રહેશે. નિયત વયજૂથના તમામ ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન https://khelmahakumbh.gujarat.gov.in પર ડિસેમ્બર-૨૦૨૪ની તા.૦૫ થી તા.૨૫ સાંજે ૬.૦૦ વાગ્યા સુધીમાં કરવું. પ્રત્યેક ખેલાડી મહત્તમ બે રમતમાં જ ભાગ લઈ શકશે.

સ્પર્ધામાં ભાગ લેવા માટેની વય મર્યાદાની કટઓફ ડેટ તા.૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ રહેશે :- અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪ અને અંડર-૧૭ના ગ્રુપના ખેલાડીઓએ જે-તે શાળામાંથી રજિસ્ટ્રેશન ફરજિયાત કરવું કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓએ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજિસ્ટ્રેશન કરાવવું, અભ્યાસ ન કરતા ખેલાડીઓએ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી પોતાના વયજૂથ પ્રમાણે રજિસ્ટ્રેશન કરવું. સ્પર્ધામાં ભાગ લેવા માટેની વય મર્યાદાની કટઓફ ડેટ તા.૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ છે, આથી જુદી-જુદી વયજૂથના નાગરિકો, ખેલાડીઓ અને રસ ધરાવતા હોય તેવા તમામ આ માટે રજિસ્ટ્રેશન કરી જોડાઇ શકશે. રજિસ્ટ્રેશન કરતી વખતે જન્મ તારીખ સાચી દર્શાવી જો ખોટી જન્મ તારીખ હોવા અંગેની જાણ થશે તો સ્પર્ધક ૩ વર્ષ સુધી સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહી. એક જિલ્લામાંથી બે જ રમતમાં ભાગ લઈ શકાશે. ખેલાડી ગુજરાત રાજ્યનો વતની હોવો જોઇએ અથવા ગુજરાત રાજ્યમાં બે વર્ષથી અભ્યાસ, નોકરી અથવા વ્યવસાયથી નિવાસ કરતો હોવો જોઇએ જેના આધાર પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે. શાળા-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી તાલુકા અને જિલ્લામાંથી ભાગ લઈ શકશે. સ્પર્ધા દરમિયાન આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, બોનાફાઇડ અને બેંકની પાસબુકની નકલ સાથે રાખવી. રજિસ્ટ્રેશનને લગતી કોઇ પણ સમસ્યા બાબતે ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૭૪૬ ૧૫૧ પર સંપર્ક કરી શકાશે.

ઉક્ત બેઠકમાં જિલ્લા રમત ગમત અધિકારી, પ્રાથમિક શિક્ષણાધિકારી, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના આચાર્યઓ, સંચાલકઓ, શિક્ષણ સહિતની કચેરીઓના અધિકારીશ્રી-કર્મચારઓ ઉપસ્થિત રહ્યા હતા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com