Geo Gujarat News

ઝઘડિયા: ઉમલ્લા નજીક કામરેજના પિતા પુત્રએ ઝાડી ઝાંખરાવાળી જગ્યાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવી લેતા ચકચાર

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લાથી રાયસીંગપુરા વચ્ચે આવેલ નાળા નજીક બે ઇસમોએ ઝેરી દવા પીને આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ઉમલ્લા પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ પોલીસને જાણ થઇ હતી, કે ઉમલ્લા રાયસીંગપુરા વચ્ચે કોઇ બે ઇસમોના મૃતદેહો જોવા મળ્યા છે. પોલીસે ઘટના સ્થળે જઇને મૃતદેહોનો કબજો લીધો હતો. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું, કે આ મૃતદેહો સુરત જિલ્લાના કામરેજ ખાતે રહેતા પિતા પુત્રના છે. કામરેજના ભરતભાઇ અંબાલાલ પટેલ ઉ.વર્ષ ૫૮ અને તેમનો પુત્ર અમિતકુમાર ભરતભાઇ પટેલ ઉ.વર્ષ ૨૭ નાએ ઉમલ્લા નજીક કોઇ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હોવાનુ અનુમાન લગાવામાં આવી રહ્યું છે. ઘટના સંદર્ભે મૃતક ભરતભાઇના ભત્રીજા ચૈતન્યકુમાર પટેલ રહે.નિકોલ રોડ નરોડા અમદાવાદનાએ ઉમલ્લા પોલીસ મથકમાં ઘટના સંદર્ભે જાણવા જોગ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી. જોકે પિતા પુત્રએ એકસાથે કરેલ આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી, પરંતું પોલીસ તપાસ બાદ આત્મહત્યાનું સાચું કારણ બહાર આવશે.

કાદર ખત્રી, ઝઘડિયા

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *