ભરૂચ ખાતે આજરોજ ઓપન માઈન્ડ ચાઈલ્ડ ડેવલોપમેન્ટની નવી શાખાનું ઉદ્ધઘાટન વાગરાના ધારાસભ્યના પુત્ર અને સહકારી આગેવાન અજયસિંહ રણાના વરદ હસ્તે 7X એમ્પાયર તવરા રોડ ઝાડેશ્વર ચોકડી પાસે કરવામાં આવ્યું હતું. આ ક્લિનિકમાં ઔટીઝમ એ.ડી.એચ.ટી શીખવાની અ ક્ષમતા બૌદ્ધિક અ ક્ષમતા બોલવામાં તકલીફ તથા વર્તનને લઈને થતી સમસ્યાનો ઉકેલ અને ટ્રીટમેન્ટ કરવામાં આવશે.

હાલના સમયમાં જન્મજાત બાળકોને ઘણી બધી તકલીફો થતી હોય છે. જેવી કે બોલવામાં તકલીફ એમની વર્તણૂક અને ખાસ કરીને અતિશય મોબાઈલના વપરાશથી થતી સમસ્યાઓ અને એના માટેજ ખાસ ટ્રીટમેન્ટ આપતી આ સંસ્થાનું હવે ભરૂચમાં આગમન થયું છે. સાથે-સાથે જે બાળકો ભણવામાં કમજોર હોય છે. તેમની બોદ્ધિક ક્ષમતા વધારવા માટે પણ હવે આ કલીનિકમાં ઉકેલ લવાશે. ર્ડો ફરહીન મલેક દ્વારા સંચાલિત આ ક્લિનિકનો લાભ હવે તમામ આ સમસ્યાથી પિડીત બાળકોને મળશે.

નઈમ દિવાન, વાગરા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com