ભરૂચ – સોમવાર રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં મેનેજિંગ ડિરેક્ટર, ઔદ્યોગિક વિસ્તરણ બ્યુરો (INDEXT-B), ગાંધીનગર ખાતેથી શૂરી ગૌરાંગ મકવાણાની ભરૂચ જીલ્લા કલેક્ટર તરીકે બદલી સાથે નિમણુંક કરતાં નવનિયુક્ત જિલ્લા કલેકટર કબેક્ટર ગૌરાંગભાઈ મકવાણાએ તા.૦૯મી ડીસેમ્બર, ૨૦૨૪ ને સોમવારના રોજ ભરૂચ જિલ્લા કલેકટર તરીકેનો પદભાર સંભાળ્યો છે. ભરૂચ જિલ્લાના નવનિયુક્ત કલેકટર ગૌરાંગ મકવાણાએ સને ૨૦૧૨ની સાલમાં ભારતીય વહિવટી સનદી સેવાઓ માટે પસંદગી પામી ગુજરાત કેડરમાં જોડાઇને તેમની પશસ્વી કારકિર્દિનો પ્રારંભ કર્યો હતો. ગુજરાતમાં વલસાડ ખાતે જિલ્લા વિકાસ અધિકારી, અમરેલી અને ભાવનગરમાં જિલ્લા કલેક્ટર તરીકે તેમજ છેલ્લે ગાંધીનગર ખાતે મેનેજિંગ ડિરેક્ટર ઈન્ડસ્ટ્રીપલ એક્સટેન્શન બ્યુરો (iNDEXT-B), ગાંધીનગર સહિત સરકારના મહત્વના વિભાગોમાં પદભાર સંભાળ્યો હતો.

અત્રે ઉલ્લેખનિય છે કે, ભરૂચના તત્કાલિન કલેક્ટર શ્રી તુષાર સુમેરા(IAS)ની શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં, રાજકોટ ખાતે મ્યુનિસિપલ કમિશ્નર તરીકે બદલી થતાં શનવારે ભરૂચ જિલ્લા કલેકટરની ફરજમાંથી મુક્ત થયા છે. તેમણે ભરૂચ જિલ્લા ખાતે પુરા ૩ વર્ષ ૧ મહિના અને ૭ દીવસ જેટલા લાંબા કાર્યકાળ બાદ રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે નવી જવાબદારીઓ સાથે બદલી થઈ હતી. હવે તેમના સ્થાને ભરૂચ જિલ્લામાં ગૌરાંગભાઈ મકવાણા IAS (ગુજરાત ૨૦૧૨)ની નવી નિમણૂક થતા તેઓએ સોમવારથી નયિમીત રીતે જબિલા સમાહરતા તરીકે પદભાર સંભાળ્યો હતો. જિલ્લાના સર્વાંગી વિકાસની દિશાના પ્રયાસોને વધુ સઘન અને વેગવાન બનાવવા અંગેની જરૂરી કાર્ય વ્યવસ્થા અને તેના સુચારુ અમલ માટે કલેકટર ગૌરાંગ મકવાણાએ પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com