Geo Gujarat News

ઝઘડિયા: ઉમધરા સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું

ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમધરા સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં આજરોજ કૃષ્ણ જન્મો ઉત્સવ મનાવ્યો હતો થયેલ આ કથા 15 ડિસેમ્બર સુધી બપોરે 1 થી 4 સુધી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં સુંદર ભક્તિ સબંધ માહોલમાં કરવામાં આવ્યું છે.

જેમાં વક્તા તરીકે કથાકાર ગોવત્સ કિરણ કૃષ્ણજી મહારાજ પોતાની મધુરવાણી થી શ્રોતાઓને મગ્નમુગ્ધ કર્યા હતા.સમગ્ર કાર્યક્રમનું આયોજન ઉમધરા ગામના ધર્મ પ્રેમી હરેન્દ્ર સીહ વિજય સિંહ વાસીયા દ્વારા કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ધર્મ પ્રેમીઓ હાજરી આપી ધન્યતા અનુભવી હતી.

કાદર ખત્રી, ઝઘડિયા

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *