Geo Gujarat News

અંકલેશ્વર: પટેલ નગર ખાતે એક મકાનમા આગ ભભુકી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતી

ભારે જેહમત બાદ ફાયર ફાયટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો : રાજપીપલા રોડ પર આવેલ પટેલ નગર -2 બી 16 માં રહેતા શૈલેષભાઈના મકાન માં આજરોજ બપોરે અચાનક આગ ભભૂકી ઉઠી હતી જે અંગે સ્થાનિક રહીશોએ ત્વરિત અસરથી પાલિકા તેમજ ડીપીએમસીને જાણ કરતા ફાયર કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. આગ પર ભારે જહેમતે કાબુ મેળવવાનો પ્રયત્ન શરુ કર્યા હતા. ઘર માં ગેસ બોટલ લીક થતા આગ ભભૂકી હતી જે આગ જોત જોત માં આખા ઘર ને ફેલાઈ ગઈ હતી. દરમિયાન ગેસ બોટલમાં પણ બ્લાસ્ટ થયો હતો. આગ પર ફાયર ટીમ પોણા કલાકની જહેમત આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગમાં તમામ ઘર વખરી ખાક થઈ ગઈ હતી. ઘટના અંગે ગડખોલ પંચાયત ને જાણ કરવામાં આવતા તલાટી પણ સ્થળ પર દોડી આવી પંચકેશ કર્યો હતો.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *