શંકાસ્પદ મિક્ષ સોલ્વન્ટ ઢોળાતા જળચર જીવોને નુકશાન થાય તેવી ભીતિ સેવાઈ : અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ કર્માંતુર ચોકડી પાસે ટેન્કર પલ્ટી જતા શંકાસ્પદ મિક્ષ સોલ્વન્ટ વરસાદી કાંસમાં ઢોળાતા દોડધામ મચી જવા પામી હતી. ગતરોજ રાતના સમયે એક ટેન્કર ચાલક શંકાસ્પદ મિક્ષ સોલવન્ટનો જથ્થો લઇ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ કર્માંતુર ચોકડી પાસેથી પસાર થઇ રહ્યો હતો તે સમયે ચાલક ટેન્કર રીવર્સ કરતો હતો તે વેળા ટેન્કર વરસાદી કાંસમાં પલ્ટી જતા બાજુ માં વીજ પોલ સાથે ધડાકાભેર અથડાતા દોડધામ મચી જવા પામી હતી.ટેન્કર પલ્ટી જતા શંકાસ્પદ મિક્ષ સોલ્વન્ટ વરસાદી કાંસમાં ઢોળાતા જળચરોને નુકશાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com