Geo Gujarat News

આમોદ: લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો એક બોગસ તબીબને પોલીસે દબોચ્યો, અલગ-અલગ મેડિકલ સાધન સામગ્રી અને દવાનો મુદ્દામાલ જપ્ત કરાયો

માતર ગામે એક ડિગ્રી વગરના બોગસ ડોક્ટરની પોલીસને બાતમી મળતા પોલીસે છાપો માર્યો :- ભરૂચ જિલ્લા ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોવાથી અંકલેશ્વર, દહેજ, વાગરા સહિત ગ્રામ્ય વિસ્તાર માં અવાર નવાર ડિગ્રી વગરના ડોકટરો ઝડપાઈ ચુક્યા છે. આવા ડિગ્રી વગરના બોગસ ડોકટરો યમરાજ સ્વરૂપ ગણી શકાય. કારણ કે આવા ડોકટરો જીવન દાન આપવા નહીં પરંતુ લોકો ને મુત્યુ સુધી પહોંચાડી દે એવા હોય છે. ભરુચ જિલ્લાના આમોદ તાલુકાના માતર ગામમા ફરી એકવાર ડિગ્રી વગરના જોલા છાપ ડોક્ટરનુ ભૂત ધુણ્યું છે.

આમોદ પોલીસે અલગ અલગ મેડિકલ સાધન સામગ્રી અને દવાઓનો મુદ્દામાલ જપ્ત કર્યો :- આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી કરમટીયાએ બાતમીના આધારે આમોદ તાલુકાના માતર ગામે અલોક અંનત બિસ્વાસ હાલ રહે ઓચ્છણ ગામ ભાડા ના મકાન માં મૂળ રહેવાસી કોનારપૂર ગામ અલોરજાતરી પ્રાથમિક સ્કૂલ પાસે તાલુકો સાઈનઠીયા જિલ્લો બિરભુમ પશ્ચિમ બંગાળના બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. કોઈપણ જાતની ડીગ્રી વગર આ ડોક્ટર ખાનગી દવાખાનું ખોલી મેડિકલ સારવાર ની પ્રેક્ટિસ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેંડા કરતો હતો જેની બાતમી આમોદ પોલીસને મળતા આમોદ પોલીસે તાત્કાલિક તેની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે.

યાસીન દિવાન, આમોદ

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *