Geo Gujarat News

આમોદ: પુરસા નવીનગરીમાંથી પ્રતિબંધીત ચાઈનીઝ દોરીના ફીરકા સાથે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડયા

પોલીસે ૨૦૧ નંગ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ફીરકા સાથે ૪૦,૨૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો :- આમોદમાં આવેલી પુરસા રોડ નવીનગરીમા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ થતું હોવાની બાતમી મળતાં પોલીસે બે આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આગામી દિવસોમા આવનાર ઉત્તરાયણના તહેવાર અનુસંધાને જીલ્લામાં પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના વેચાણની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ ચાઈનીઝ દોરીનુ વેચાણ કરતા ઈસમોને શોધી કાઢી તેઓના વિરૂધ્ધમા કાયદેસર કાર્યવાહી કરવા પોલીસને સુચના મળી હતી.આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી.કરમટિયાને બાતમી મળી હતી કે આમોદ પુરસા નવીનગરી ખાતે રહેણાંક મકાનમાં ફીરોઝમીયા ઉર્ફે શહેઝાદ નિયામત દાઉદ મલેક ઉ.વ.૩૦,રહે.વાવડી ફળીયું. આમોદ તા.આમોદ, જી.ભરૂચ તેમજ જીગ્નેશ દિનેશભાઇ બારૈયા ઉ.વ.૨૦ રહે.પુરસા નવીનગરી, આમોદ તા-આમોદ,જી.ભરૂચ પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના ફીરકાનું ગેરકાયદેસર વેંચાણ કરે છે.

જેથી પોલીસે છાપો મારી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ફિરકા નંગ ૨૦૧ જેની કિ.રૂ.૪૦,૨૦૦ ના મુદ્દામાલ સાથે બંને આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *