Geo Gujarat News

આમોદ: બચ્ચો કા ઘર ખાતે આનંદ મેળો યોજાયો, બાળકોએ વિવિધ સ્ટોલ લગાવ્યા, PI એ ઉપસ્થિત રહી બાળકોનું મનોબળ વધાર્યું

આમોદ સ્થિત બચ્ચો કા ઘર ખાતે આનંદ મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના ટ્રસ્ટી બશિર સાબ રાણા, આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી કરમટીયા તેમજ હાજર મહાનુભાવોએ રીબીન કાપી આનંદ મેળાને ખુલ્લો મુક્યો હતો. વિદ્યાર્થીઓમાં વ્યાપાર અંગેના આયોજન કરવાની કળા વિકસે તે હેતુથી તેમજ વોકેશનલ કોર્સમાં ચાલતા ફૂડ એન્ડ બેવરેજીસ વિષય અંતર્ગત આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

જેમાં વિદ્યાર્થીઓએ ખૂબજ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ આનંદ મેળામાં બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હજારજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પાણીપુરી, બટેટા પૌવા, બટેટા ભૂંગળા, ભેળ, સમોસા, સહિત ચા જેવા જુદા-જુદા નવ પ્રકારના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. દરેક વસ્તુની કિંમત રાખવામાં આવી હતી. આ આનંદ મેળામાં શાળાના દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ હોંશભેર ભાગ લીધો હતો.

બચ્ચો કા ઘર ખાતે યોજાયેલ આનંદ મેળામાં ટ્રસ્ટી બશિર સાબ રાણા, આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી કરમટીયા તેમજ અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું. મોટાભાગના વિદ્યાર્થીઓને આ સ્ટોલમાં નફો મળ્યો હતો. મેળામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

યાસીન દિવાન, આમોદ

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *