ભરૂચ શહેર બી.ડિવિઝન પોલીસ મથક ખાતે આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય હેતુ રમઝાન માસ અને હોળી-ધુળેટીના તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવાનો હતો. ઉક્ત બેઠકમાં ભરૂચ શહેર બી.ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વણઝારા સાહેબનાઓએ નેતૃત્વ સંભાળ્યું હતું.

પોલીસ મથક હદ વિસ્તારના શાંતિ સમિતિના સભ્યો સહિત હિન્દૂ-મુસ્લિમ સમાજના આગેવાનો મિટિંગમાં હાજર રહ્યા હતા. તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા પર ભાર મૂક્યો હતો. બધા તહેવારો કોમી એખલાસ સાથે ઉજવાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં મુસ્લિમ સમુદાય રમઝાન માસની ઉજવણી કરી રહ્યો છે. આગામી દિવસોમાં હિન્દુ સમુદાય હોળી અને ધુળેટીની ઉજવણી કરશે. આ તમામ તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે સર્વ સમુદાયના આગેવાનોને અનુરોધ કરવામાં આવ્યો હતો.



Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com