Geo Gujarat News

ભરૂચ: નર્મદા નદી કિનારે આવેલા ફાર્મ હાઉસમાંથી 19 હજારનો સામાન ચોરાયો, પોલીસે વધુ તપાસ હાથ ધરી

ભરૂચ તાલુકાના વડવા ગામ નજીક નર્મદા નદી કિનારે આવેલા ફાર્મ હાઉસમાં તસ્કરોએ ત્રાટકી ટી.વી, સેટઅપ બોક્સ, ઇન્વર્ટર ની બેટરી અને બ્લ્યુટુથ સ્પીકરની ચોરી કરી પલાયન થઈ ગયા હતાં.જેની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે.

ભરૂચમાં ઉનાળાના માહોલમાં પણ તસ્કરો સક્રીય થઈને બંધ મકાનોને નિશાન બનાવી રહ્યા હોવાના બનાવો નોંધાઈ રહ્યા છે.ત્યારે ગતરોજ ભરૂચ તાલુકાના વડવા ગામ નજીક નર્મદા નદી પ્રવિણ વાલજીભાઈ ચોકસીનું ફાર્મ હાઉસ આવેલું છે.જોકે ગતરોજ તેમની બાજુમાં આવેલા ફાર્મ હાઉસની વોચમેનની ફરજ બજાવતા મુકેશ કમલસિંગ મંડલોઈએ પ્રવીણભાઈના પુત્ર ધ્રુવીલ ચોકસીને તેમના ફાર્મ હાઉસમાં ચોરી થઈ હોવાની જાણ કરી હતી.જોકે તેમના પિતા પ્રવિણ ચોકસીની તબિયત સારી ન હોવાથી તેમના મેનેજર રાજુ ભટ્ટને ફાર્મ હાઉસમાં તપાસ કરવા માટે મોકલ્યો હતો.
તેમણે ત્યાં જઈને તપાસ કરતા તારિખ 2 જી માર્ચથી 16 મી માર્ચ દરમિયાન કોઈ તસ્કરોએ ફાર્મ હાઉસના પાછળના ભાગે આવેલી બારીમાંથી તસ્કરોએ પ્રવેશ કરી અંદરના રૂમમાં મુકેલ એક ટીવી કિંમત રૂ.10 હજાર, સેટઅપ બોક્સ કિં. રૂ.1200,એમરોન કંપની બેટરી રૂ.7000 અને સોની કંપનીનું બ્લ્યુટૂથ સ્પીકર કિં.રૂ.1000 મળીને કુલ રૂ.19,200 ની ચોરીની ફરિયાદ તેમના મેનેજર રાજુ ભટ્ટે તાલુકા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *