રાજ્ય પોલીસ વડાના આદેશ મુજબ રાજપારડી પોલીસ દ્વારા વાહન ચેકીંગ અને નગરમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોની કડક પૂછતાછ કરવામાં આવી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશનના પી.આઈ નાઓની અધ્યક્ષતામાં વાહન ચેકિંગ તેમજ ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. રાજપારડી પોલીસ મથકે થી પોલીસ જવાનો ચાર રસ્તા સુધી ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. અને વાહન ચેકિંગ કાર્ય પણ હાથ ધરવામાં આવ્યું હતું. લોકોમાં પોલીસનો ડર બની રહે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નગરમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસનું ફુટ પેટ્રોલિંગ જોતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું.

કાદર ખત્રી, જઘડિયા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com