મહિલા રોકડ પુરસ્કાર યોજના અંતર્ગત પુરસ્કાર મેળવવા માટે મહિલા ખેલાડીઓ ૧૭ એપ્રીલ સુધી ઓનલાઇન અરજી કરી શકશે :- સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા દર વર્ષે વર્ષ દરમિયાન યોજાતી વિવિધ રમતોની રાજયકક્ષાની શાળાકીય સ્પર્ધાઓમાં રાજયનું પ્રતિનિધિત્વ કરેલ (ભાગ લીધેલ) મહિલા ખેલાડીઓને માટે “મહિલા રોકડ પુરસ્કાર યોજના”ચલાવવામાં આવે છે. આથી વર્ષ ૨૦૨૪-૨૫ના વર્ષમાં વિવિધ રમતોની રાજયકક્ષાની શાળાકીય સ્પર્ધાઓમાં અં-૧૪, અં-૧૭, અં-૧૯ અને સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં એસ.એ.જી. દ્વારા રાજયનું પ્રતિનિધિત્વ કરેલ (ભાગ લીધેલ) મહિલા ખેલાડીઓ કોઇ પણ એક જ રમતમાં તેમજ એક જ સિધ્ધિ માટે “મહિલા રોકડ પુરસ્કાર યોજના” અન્વયે પુરસ્કાર મેળવવા માટેનું ફોર્મ ખેલાડી દ્વારા ઓનલાઈન માધ્યમથી સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની સાઈટ https://sportsauthority.gujarat.gov.in પર તા.૧૭/૦૪/૨૦૨૫ સુધી ભરી શકાશે. અરજી કરતી વખતે જરૂરી પ્રમાણપત્રો (મેરીટ સર્ટિફિકેટ, આધાર કાર્ડ,કેન્સલ ચેક વગેરે) સાથે રાખવા. તેમજ ઓનલાઈન કરેલી અરજીની નકલ તા.૨૧/૦૪/૨૦૨૫ સુધીમાં જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ભરૂચની કચેરી [૮/૯ માંગલ્ય કોમ્પ્લેક્ષ, કલેકટર કચેરી પાસે,ભરૂચ (ફોન.ન.૦૨૬૪૨-૨૬૩૦૮૦)] ખાતે કચેરીના સમય દરમ્યાન સવારે ૧૦:૩૦ થી સાંજે ૦૬:૧૦ કલાકે નિયત સમય મર્યાદામાં કચેરીને મળી રહે તે રીતે મોકલવાની રહેશે. જેની ખેલાડીઓએ ખાસ નોંધ લેવી. તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ભરૂચ દ્વારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતુ.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com