Geo Gujarat News

ભરૂચ: જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષતામાં જિલ્લા વોટર લોગીગ મોનીટરીંગ અંતર્ગત બેઠક મળી

ચોમાસાની ઋતુ પૂર્વે આગોતરા આયોજનના ભાગરૂપે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષતામાં જિલ્લા વોટર લોગીગ મોનીટરીંગ અંતર્ગત બેઠક મળી હતી. બેઠકમાં પ્રિ-મોનસુન એકટીવીટીના ભાગરૂપે જિલ્લા કલેકટરે પ્રિ-મોનસુન એકટીવીટી-૨૦૨૫ના કામો સમયસર પૂર્ણ કરવા જણાવ્યું હતું. ગત વર્ષે ચોમાસા દરમિયાન પાણી ભરાવાના બનાવો બન્યા હોય તેવા વિસ્તારોમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.

ભરૂચ જિલ્લામાં વર્ષાઋતુ-૨૦૨૫ દરમિયાન જિલ્લામાં આવેલા તમામ ડ્રેનેજ લાઈન તથા કાંસોની સાફ-સફાઈની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત ખોદકામ, ડ્રેનેજ લાઇનો પ્રોપરી સફાઇ થાય, કેનાલોની સફાઇ, ફોરેસ્ટ વિભાગ, ડીજીવીસીએલ તેમજ જેટકો ધ્વારા વીજલાઈનોનું નિરીક્ષણ, જર્જરિત મકાનોના સર્વે પૂર્ણ કરવા, વર્ક વાઈઝ જવાબદારી સહીતના ડીઝાસ્ટર મેનેજમેન્ટ સાધનો ની યાદીનું વેરીફીકેશન કરવા, ખાડીને બન્ને કિનારે અનઅધિકૃત દબાણોને દુર કરવાની સુચના આપી હતી. શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવા (વોટર લોગીંગની સમસ્યા) બાબતે તમામ પ્રાંત અધિકારીશ્રીઓએ તમામ લાઈન ડિપાર્ટમેન્ટ સાથે બેઠક યોજી એકશન પ્લાન ધડી કાઢવાની સુચના કલેકટરશ્રીએ આપી હતી.

તેમણે ભૂતકાળના અનુભવોને આધારે દરેક તાલુકાના ટીડીઓ ગામે ગામ વોટર લોગીગ સમસ્યા બાબતે ગંભીરતા લેવા બાબતે તાકિદ કરી હતી. બેઠકમાં ચોમાસાની ઋતુ પહેલાં આગોતરી તૈયારીના ભાગરૂપે પાણીના નિકાલનું યોગ્ય આયોજન કરવાની રાજ્યની સરકારની સૂચનાના પગલે જિલ્લામાં પ્રાંત અને તાલુકાકક્ષાએ વિવિધ કચેરીઓને આયોજન કરવાના દિશાનિર્દેશો જિલ્લા કલેક્ટરશ્રીએ આપ્યા હતા. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, પ્રાયોજના વહીવટદાર, નિવાસી અધિક કલેકર એન.આર.ધાધલ, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, સહિત સમિતિના સંકલન સમિતિના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *