તાલુકા પંચાયતના પ્રમુખે બોલાવેલી સામાન્ય સભામાં પોતે પ્રમુખ જ ગેરહાજર રહ્યા! :- આમોદ તાલુકાના પંચાયતના આજ રોજ બપોરે બે વાગ્યે બોલાવેલી સામાન્ય સભા કોરમ નહી મળતા મુલતવી રાખવામા આવી હતી. તાલુકા પંચાયતના કુલ ૧૬ સભ્યોમાંથી માત્ર કોંગ્રેસના ત્રણ જ સભ્યો ઝુબેદા દુલભા મલેક, ઈસ્માઈલ પારીયા તેમજ મહંમદ ઈબ્રાહીમ સેવા પટેલ હાજર રહયા હતાં.જ્યારે સત્તાધારી પાર્ટી ભાજપના કોઈ સભ્યો હાજર રહયા નહોતા.જેમના અઘ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળવાની હતી અને જેમની સહીથી સભ્યોને એજન્ડા આપાવામાં આવ્યાં હતાં તે તાલુકા પંચાયતના પ્રમુખ હેમાબેન પરમાર જ ખુદ ગેરહાજર રહેતા ભાજપની ભવાઈ જોવા મળી હતી.

આમોદ તાલુકાના પંચાયતની સામાન્ય સભામાં માત્ર કોંગ્રેસના ત્રણ સભ્યો હાજર રહ્યા. :- અત્રે ઉલ્લેખનીય છે કે આજ રોજ આમોદ તાલુકા પંચાયતનું વર્ષ ૨૦૨૫-૨૬ નું કુલ ૪૯.૭૫ કરોડનું અંદાજપત્ર રજૂ થવાનું હતુ.પરંતુ તાલુકા પંચાયતના ૧૬ સભ્યોમાંથી સત્તાધારી પાર્ટીના પ્રમુખ સહિત ૧૧ સભ્યો ગેરહાજર રહ્યા હતાં.જ્યારે કોંગ્રેસના પાંચમાંથી માત્ર ત્રણ સભ્યો હાજર રહ્યા હતાં. તાલુકા પંચાયતના વહીવટથી ખુદ પ્રમુખ જ નારાજ હોય તેમ ચર્ચાઈ રહ્યું છે.આ બાબતે તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે ૧૬ સભ્યોમાંથી માત્ર ત્રણ જ સભ્યો હાજર હતાં.જેથી કોરમ ના થવાથી સભા મુલતવી રાખવામા આવી હતી.

યાસીન દિવાન, આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com