Geo Gujarat News

ઝઘડિયા: બાંડાબેડા ખાતે ભારત આદિવાસી સંવિધાન સેનાની વર્ષગાંઠ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરાયું

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના બાંડાબેડા ફાર્મ હાઉસ ખાતે ભારત આદિવાસી સંવિધાન સેનાનો સ્થાપના દિવસ તેમજ બંધારણીય સભાના સભ્ય શ્રી જયપાલસિંહ મુંડા સાહેબની 55 મી પુણ્ય તિથિની ઉજવણી કરાઇ હતી. પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાની અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં દિલીપ છોટુભાઈ વસાવા, અશ્વિન પટેલ,બચુભાઈ માસ્તર,ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યકર્તાઓ તેમજ સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

કાદર ખત્રી, ઝઘડિયા

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *