આમોદ પોલીસ મથકે ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડાના અઘ્યક્ષ સ્થાને લોકદરબારનુ આયોજન કરવામાં આવ્યુ હતું.જીલ્લા પોલીસ અધિક્ષકનું સૌપ્રથમ બાળકીઓ કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું.

ત્યાર બાદ લોકદરબાર યોજાયો હતો.જેમાં આમોદ નગર સહિત તાલુકામાંથી મોટી સંખ્યામા રાજકીય આગેવાનો તેમજ વેપારી આગેવાનો,સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.લોક દરબારમાં ખેતીવાડી બજાર સમિતીના ચેરમેન સુરેશ પટેલે કરેણા આઉટ પોસ્ટ ઉપર બેરિકેટ લગાવવા રજુઆત કરી હતી.આમોદ તાલુકા કોંગેસ સમિતિના પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજીએ દારૂનું દૂષણ દૂર કરવા રજુઆત કરી હતી.

આ ઉપરાંત તાલુકા ભાજપનાં મહામંત્રી ડૉ.પ્રવિણસિંહ રાઉલજી ઔદ્યોગીક એકમોના વાહનો ઉપર દિવસ દરમિયાન હેઝાર્ડ વેસ્ટ લઈ જવા ઉપર નિયંત્રણ કરી રાત્રી સમયે વહન કરવાની રજુઆત કરી હતી.તેમજ મનીષ ઇન્દુભાઇ પટેલે આમોદ નગરમાં સીસીટીવી લગાવવા રજુઆત કરી હતી.જે લોક પ્રશ્નોનું જીલ્લા પોલીસ અધિક્ષકે હકારાત્મક અભિગમ દાખવી નિરાકરણ કરવાની ખાતરી આપી હતી.આ ઉપરાંત પહેલી એપ્રિલથી હેલ્મેટ વગર બાઈક ચલાવનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવાની ઝુંબેશ હાથ ધરાશે તેમ જણાવ્યું હતું.

યાસીન દિવાન, આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com