લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ અરજદાર વ્યકિતગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિવિષયક અને સર્વિસ મેટર સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં થતો ન હોય તો તેવા કામોનો નિકાલ આ કાર્યક્રમમાં કરવામાં આવે છે. જે અન્વયે ભરૂચ મામલતદાર કચેરી ખાતે ભરૂચ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.

જેમાં મામલતદાર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’માં હાજર રહી લોકોના પ્રશ્નોને રૂબરૂ સાંભળી તમામ અરજીઓનો હકારાત્મક નિકાલ કરી નિરાકરણ લાવ્યા હતા. તેમજ ઉપસ્થિત અરજદારોના વણઉકેલ્યા પ્રશ્નોને સાંભળી સંબંધિત અધિકારીઓ સાથે વિગતે ચર્ચા કરી અરજદારોના પ્રશ્નોનું ઝડપથી અને સમયમર્યાદામાં નિરાકરણ કરવા માટે સૂચના આપી હતી. ભરૂચ મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત ૦૪ જેટલી અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com