Geo Gujarat News

ભરૂચ: ટુ-વ્હીલરની નવી સીરીઝ GJ-16-ED નંબરની ફાળવણી માટે 1 એપ્રિલથી ઓનલાઈન E-Auction માટે રજીસ્ટ્રેશન શરૂ કરાશે

સહાયક પ્રાદેશિક કચેરી, ભરૂચ દ્વારા ટુ વ્હીલરની નવી સીરીઝ GJ-16-ED ચાલુ થવા જઈ રહી છે. આ સિરીઝના તમામ નંબર(0001 થી 9999)નું પસંદગીની ફાળવણી માટે ઓનલાઈન e-Auction શરૂ કરવામાં આવનાર છે. જેમાં ભાગ લેવા ઈચ્છા ધરાવનાર વાહન માલીકો તેમના વાહનનોનું http://parivahan.gov.in//fancy પર તા. ૦૧.૦૪.૨૦૨૫ના રોજ સાંજે ૪:૦૦ વાગ્યેથી તા.૦૩.૦૪.૨૦૨૫ રોજ સાંજે ૩:૫૯ વાગ્યાં સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને RE-AUCTIONમાં ભાગ લઈ શકશે. તા.૦૩.૦૪.૨૦૨૫ના રોજ સાંજે ૪:૦૦ વાગ્યેથી ઈ-ઓકશનનું બિડીંગ ઓપન થશે અને તા.૦૫.૦૪.૨૦૨૫ના રોજ સાંજે ૪:૦૦ વાગ્યે ઈ-ઓકશનનું બિડીંગ બંધ થશે. તેમજ તા.૦૬.૦૪.૨૦૨૫ના રોજ સાંજે ૪:૦૦ વાગ્યા સુધીમાં ફોર્મ આર.ટી.ઓ કચેરી ભરૂચ ખાતે જમા કરવવાનું રહેશે.

સફળ અરજદારો દ્વારા ભરપાઈ કરેલી બિડિંગની રકમની રસીદ ૫ દિવસમાં આર.ટી.ઓ કચેરી ભરૂચ ખાતે જમા કરવવાની રહેશે. ફેન્સી નંબર મેળવવા ઈચ્છુક અરજદારોએ ઉપર દર્શાવેલ વેબ સાઈટ ઉપર જઈને સી.એન.એ ફોર્મ વાહન ખરીદીના સાત(૭) દિવસમાં અચુક અપલોડ કરવું. ઓક્શનમાં સિલ્વર અને ગોલ્ડન નંબર માટે જરૂરી બેઝ પ્રાઈસ ચૂકવવાની રહેશે. ઓનલાઇન ઓક્શનએ ડાયનેમિક ઓક્શન પ્રક્રિયા રહેશે એટલે કે, અરજદારને હરાજી પ્રક્રિયા દરમિયાન ઓનલાઇન ચેક કરીને, વખતો-વખત હરાજીની રકમમાં વધારો કરવાનો રહેશે. આ ઉમેરો ૧૦૦૦ ના ગુણાંકમાં રહેશે. હરાજી પૂર્ણ થયેથી બિડીંગમાં વધારેલ હરાજીની રકમની ઓનલાઇન ચુકવણી દિન-૫માં કરવાની રહેશે. જો આ નિયત સમયમાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જશો, તો મૂળ રકમ જપ્ત કરી ફરીવાર હરાજી કરાવવામાં આવશે. તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી,ભરૂચની અખબારી યાદીમાં જણાવાયું છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *