Geo Gujarat News

ભરૂચ: જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ અરજદાર વ્યકિતગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિવિષયક અને સર્વિસ મેટર સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં થતો ન હોય તો તેવા કામોનો નિકાલ આ કાર્યક્રમમાં કરવામાં આવે છે. આથી, ભરૂચ જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયો હતો.

અરજદરોના પ્રશ્નોને પ્રાથમિકતા આપી સમય મર્યાદામાં નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને તાકિદ કરતા જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા :- આ તકે, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા ‘જિલ્લા સ્વાગત કાર્યક્રમ’માં હાજર રહી લોકોના પ્રશ્નોને રૂબરૂ સાંભળી તમામ અરજીઓનું નિરાકરણ લાવ્યા હતા. કલેકટરએ અરજદારોના પ્રશ્નોને ધ્યાનથી સાંભળી ઉપસ્થિત સંબંધિત અધિકારીઓને પ્રશ્નોને સંવેદના સાથે પ્રાથમિકતા આપી સમયમર્યાદામાં નિરાકરણ લાવવા સૂચના અને માર્ગદર્શન આપી ઝડપી નિકાલની તાકિદ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ભરૂચ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત ૨૭ જેટલી અરજીઓની રજૂઆત કરવામાં આવી હતી. આ તકે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ વડા, નિવાસી અધિક કલેક્ટર એન. આર. ધાધલ તેમજ સંલગ્ન વિભાગોને લગતા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ: જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.

લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ અરજદાર વ્યકિતગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિવિષયક અને સર્વિસ મેટર સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં થતો ન હોય તો તેવા કામોનો નિકાલ આ કાર્યક્રમમાં કરવામાં આવે છે. આથી, ભરૂચ જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયો હતો. આ તકે, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા ‘જિલ્લા સ્વાગત કાર્યક્રમ’માં હાજર રહી લોકોના પ્રશ્નોને રૂબરૂ સાંભળી તમામ અરજીઓનું નિરાકરણ લાવ્યા હતા. કલેકટરશ્રીએ અરજદારોના પ્રશ્નોને ધ્યાનથી સાંભળી ઉપસ્થિત સંબંધિત અધિકારીઓને પ્રશ્નોને સંવેદના સાથે પ્રાથમિકતા આપી સમયમર્યાદામાં નિરાકરણ લાવવા સૂચના અને માર્ગદર્શન આપી ઝડપી નિકાલની તાકિદ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ભરૂચ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત ૨૭ જેટલી અરજીઓની રજૂઆત કરવામાં આવી હતી.

આ તકે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ વડા, નિવાસી અધિક કલેક્ટર એન. આર. ધાધલ તેમજ સંલગ્ન વિભાગોને લગતા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *