ભરૂચ જિલ્લા કલકેટર કચેરી ખાતે ભરૂચ જિલ્લા વીર બિરસા બ્રિગેડના પ્રમુખ વિજયસિંહ વસાવા તેમજ અન્ય આગેવાનો એક આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર ઘણા સમયથી આદિવાસી સમાજ ઉપર અત્યાચારની ઘટનાઓ બની રહી છે.હાલમાં પણ વાણી વિલાસ તેમજ શારીરિક માનસિક ત્રાસ સાથે સમાજ પીડાદાયક અને અપમાનિત સ્થિતિમાં જીવી રહ્યો છે. થોડા સમય પહેલા કવીઠા ગામના કીર્તન વસાવાને પી.આઈ પરમાર દ્વારા ત્રાસ આપવામાં આવતા તેને સ્યુસાઇડ નોટ લખી આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. તેવીજ રીતે વાગરા તાલુકાના ઓરા ગામે બે આદિવાસી યુવાન ઉપર જીવલેણ હુમલો કરાયો હતો. તેમજ જંબુસરના ધરમપુર-બોજાદરાના અક્ષય વસાવા ઉપર માનસિક ત્રાસ ગુજારવામાં આવતા તેઓએ ઝેરી દવા પી લીધી હહોવાનું પણ જણાવાયું હતું. તેવામાં આદિવાસી સમાજ ઉપર થઈ રહેલ અત્યાચારો રોકવા સાથે આદિવાસી સમાજના હક્ક,અધિકારોનું રક્ષણ કરવામાં આવે તેવી આવેદનમાં માંગ કરવામાં આવી છે.

આ વેળાએ મોટી સંખ્યામાં સમાજના લોકો એકત્ર થયા હતા. અને કલેકટરને આ અંગે રજુઆત કરવામાં આવી હતી.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com