Geo Gujarat News

ભરૂચ: ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા માટે પાલેજ ગ્રામ પંચાયતને PCBL કંપની તરફથી ટેમ્પો અર્પણ કરાયો

ભરૂચ તાલુકાના પાલેજ GIDC માં આવેલી જાણીતી ફિલિપ્સ કાર્બન બ્લેક લલિમિટેડ કંપની તરફથી પાલેજ ગ્રામ પંચાયતને ડોર ટુ ડોર કચરો ઉપાડવા માટે ટેમ્પોની ભેટ આપવામાં આવી હતી. પાલેજ ગ્રામ પંચાયત કચેરી ખાતે PCBL કંપની તરફથી ઉપસ્થિત પ્લાન્ટ હેડ દેવેશ શાહ,HR દીપક શાહ, આઈ આર -એમ.પી.સિંગ,પ્રોડક્શન હેડ – આરીફ વોહરા, એન્જિનિયરિંગ હેડ જામેશ જોશી સહિતના તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં PCBL કંપની તરફથી પાલેજ પંચાયતના ઈનચાર્જ સરપંચ શબ્બીર પઠાણને ટેમ્પાની ચાવી અર્પણ કરાઈ હતી. પંચાયતના ઇન્ચાર્જ સરપંચ શબ્બીર પઠાણે PCBL કંપનીના સત્તાધીશોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા સદસ્ય મલંગ ખાન પઠાણ સહિત ઘનશ્યામ પટેલ, પંચાયતના તલાટી કરણ સિંહ સહિત સદસ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *