Geo Gujarat News

વાગરા: દહેજની બેઈલ કંપનીમાં માદક પદાર્થોનો નાશ કરાયો, NDPSના 31 કેસમાં જથ્થો જપ્ત કરાયો હતો, 4.43 કરોડના નશીલા પદાર્થોનો નાશ

ચાર કરોડ ઉપરાંતની કિંમતના નશીલા પદાર્થનો નાશ કરાયો :- ભરૂચ જિલ્લા પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલા 31 કેસમાં જપ્ત કરાયેલા નશીલા પદાર્થોનો નાશ કર્યો છે. દહેજ ખાતે આવેલી બેઈલ કંપનીમાં આ નાશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની અધ્યક્ષતામાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી પૂર્ણ કરી હતી. નાશ કરાયેલા નશીલા પદાર્થોની કિંમત રૂપિયા 4 કરોડ 43 લાખ 73 હજાર 503 આંકવામાં આવી છે.

આ તમામ નશીલા પદાર્થો એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલા વિવિધ ગુનાઓમાં જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને આ માદક પદાર્થોનો નાશ કર્યો હતો.

નઈમ દિવાન, વાગરા

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *