હાલમાજ મુસલમાનો નો પવિત્ર રમઝાન માસ પૂર્ણ થયો છે. જેમાં ભરૂચ જિલ્લાના નબીપુર ગામ ખાતે AMICUS INTERNATIONAL SCHOOL લુવારા ખાતે ધોરણ 4 મા અભ્યાસ કરતા જિશાન સાદિક કડુજી એ પૂરા રમઝાન માસના રોઝા રાખી નમાઝ અને ઈબાદત કરી હતી. બાળકે સમગ્ર વિશ્વમાં અને ભારતમાં ભાઈચારો અને શાંતિ રહે તેની દુઆ કારી હતી. આ કાળઝાળ ગરમીમાં આ બાળકની હિંમત અને ધગશ આજની યુવા પેઢી માટે એક બોધ સમાન છે. જો તમારું મન મક્કમ અને કાઈ કરવાની ધગશ હોય તો તેમાં ઉમર ની કોઈ મર્યાદા હોતી નથી તે આ બાળકે સિદ્ધ કરી બતાવ્યું.

સલીમ કડુજી, નબીપુર
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com