વાગરા ટાઉન વિસ્તારમાંથી પોલીસે કોપરના વાયરના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તેમજ જંબુસર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક પી.એલ ચૌધરીનાઓએ મિલકત સબંધી/ચોરીના ગુનાઓ શોધી કાઢવા સૂચના આપી હતી. જે અનુસંધાને વાગરા પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર એસ.ડી ફુલતરિયાનાઓના માર્ગદર્શન હેઠળ વાગરા પોલીસ સ્ટાફના અ.હેડ કોન્સ્ટેબલ સુરેશજી હેમરાજજી, પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ અગરસિંહ તેમજ જયપાલસિંહ યશવંતસિંહનાઓ વાગરા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન દિવાન ફળિયા વિસ્તારમાં કોપરના વાયરનો જથ્થો હોવાની ચોક્કસ માહિતી મળી હતી.

પોલીસે બાતમીના આધારે દિવાન ફળિયામાં જઈ તપાસ કરતા 187 કિલોગ્રામ વજનના કોપરના વાયરના ગુંચળા મળી આવ્યા હતા. પોલીસે 1,12,299/- ના મુદ્દામાલ સાથે હશન ઈબ્રાહીમ ભટ્ટીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com