વાગરા તાલુકાના ગંધાર ગામે ૧૫ ગામ માછી-પટેલ સમાજ વિકાસ મંડળ અને સમૂહ લગ્ન સમિતિના સંયુક્ત ઉપક્રમે ૨૨મો સમૂહ લગ્નોત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો. આજરોજ ૨૦ એપ્રિલ, ૨૦૨૫ના રોજ યોજાયેલા આ સમૂહ લગ્નના કાર્યક્રમમાં સમાજના ૧૮ યુગલોએ સાંસારિક જીવનમાં પગલાં માંડ્યા હતા. વર્તમાન સમયમાં લગ્ન પ્રસંગોનો વધતો ખર્ચ ધ્યાનમાં રાખી સમાજે આ આયોજન કર્યું હતું.

માછી-પટેલ સમાજ વિકાસ મંડળે અત્યાર સુધીમાં ૨૧ સફળ સમૂહલગ્નોનું આયોજન કર્યું છે. આ વર્ષનો ૨૨મો લગ્નોત્સવ પણ ભવ્ય રીતે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આયોજિત કાર્યક્રમમાં ભાજપના ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી અને વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ વિશેષ હાજરી આપી હતી. અને તેમણે નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. સમાજના અગ્રણીઓ અને યજમાનોએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી. સમૂહલગ્ન પ્રસંગે ૭,૦૦૦થી વધુ લોકોએ હાજરી આપી હતી.

સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. આ આયોજન સમાજમાં એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું હતું.
નઈમ દિવાન, વાગરા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com