Geo Gujarat News

ભરૂચ: નંદેલાવ બ્રિજ પર અકસ્માતની ઘટનામાં પત્નીનું કરૂણ મોત નિપજ્યું, પતિને સામાન્ય ઈજાઓ પહોંચી

ભરૂચ જિલ્લાના નંદેલાવ બ્રિજ પર આજે કરૂણ ઘટના સર્જાઈ બાઈક પર જતા પતિ-પત્નીને પાછળથી આવતી લક્ઝરી બસે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ખાનગી બસ નું ટાયર પત્ની ગજેરા ગેમલસંગ ગોહિલ પર ફરી વળતા ઘટના સ્થળે જ પત્ની ગજેરા ગેમલસંગ ગોહિલનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે પતિ ગેમલસંગ ગોહિલને સામાન્ય ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ દંપતી જંબુસર તાલુકાના સંભા ગામના રહેવાસી હતા અને તેઓ અંડાળા ગામમાંથી લગ્નમાં હાજરી આપી પરત ફરી રહ્યા હતા. m ઘટના દહેજની SRF કંપનીની કર્મચારીઓને લઈ જતી લક્ઝરી બસ (નંબર GJ 16 AW 2316) દ્વારા સર્જાઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને બસ ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *