Geo Gujarat News

ભરૂચ: ફોર લેન રોડ કન્સ્ટ્રક્શનના કારણે અંકલેશ્વર-રાજપીપળા રોડ ટ્રાફિક ડાયવર્ઝન

ભરૂચ કાર્યપાલક ઈજનેરશ્રીએ કન્સ્ટ્રક્શન ઓફ ફોર લેન ઓફ અંકલેશ્વર રાજપીપળા રોડ કી.મી. ૦/૦ ૧૪/૦૦ સી.સી.રોડને રાજપીપળા ચોકડીથી જોઈનીંગ જી.આઈ.ડી.સી. રોડને ૨૮ (અઠ્ઠાવીસ) દિવસ માટે વાહન વ્યવહાર રોડ બ્લોક આપવા બાબતે જાહેરનામું પ્રસિધ્ધ કરવા અંગે રજુઆત કરી હતી. ભરૂચ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન. આર. ધાધલ પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ ૩૩ (૧) (બી) અન્વયે મળેલ સત્તાની રૂએ આદેશ કરે છે કે હુકમની તારીખથી અંકલેશ્વર-રાજપીપળા રોડ કી.મી.૦/૦ થી ૧૪/૦૦ સી.સી.રોડને રાજપીપળા ચોકડીથી જોઈનીંગ જી.આઈ.ડી.સી. રોડને હુકમની તારીખથી ૨૮ (અઠ્ઠાવીસ) દિવસ માટે વાહન વ્યવહાર રોડ બ્લોક આપવા બાબતે નીચે જણાવ્યા પ્રમાણેના રૂટ પર વાહન વ્યવહાર ડાયવર્ટ કરવામાં આવે છે.

(૧) ભરૂચથી અંકલેશ્વર જી.આઈ.ડી.સી. તરફ જવા માટે રાજપીપળા ચોકડીથી ઓવરબ્રીજ થઈને દેસાઈ પેટ્રોલપંપથી સલ્ફયુરીક ચોકડી તરફ જતા રસ્તા પર વાહન વ્યવહાર પસાર કરવાનો રહેશે.

(૨) અંકલેશ્વર જી.આઈ.ડી.સી માંથી બહાર જવા માટે અંકલેશ્વર વાલીયા રોડ થઈને વાલીયા ચોકડી તરફ જતા રસ્તા પર વાહન વ્યવહાર પસાર કરવાનો રહેશે.

(3) સુરતથી અંકલેશ્વર જી.આઈ.ડી.સી. તરફ જવા માટે વાલીયા ચોકડીથી અંકલેશ્વર-વાલીયા રોડ તરફ થઈ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં જતા રસ્તા પર વાહન વ્યવહાર પસાર કરવાનો રહેશે.

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે. આ જાહેરનામાના ભંગ બદલ ફરીયાદ માંડવા પોલીસ હેડ કોન્સ્ટેબલથી ઉતરતી કક્ષાના ન હોય તેવા પોલીસ ખાતાના કર્મચારી/અધિકારીને અધિકૃત કરવામાં આવે છે. તેમ ભરૂચ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *