વાલિયા તાલુકાના સોડગામ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલકેટર ગૌરાંગ મકવાણા અને જી.પી.સી.બીના પ્રાદેશિક અધિકારી વી.ડી.રાખોડીયાની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી અંકલેશ્વર દ્વારા જી.એમ.ડી.સી.ના લિગ્નાઇટ પ્રોજેકટ માટે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી. જેમાં ચોરઆમલા,ઈટકલા,રાજગઢ,સિંગલા,સોડગામ,ઉમરગામ,વાંદરિયા,વિઠ્ઠલગામ,ભરાડીયા, કેસરગામ,કોસમાડી, લુણા,સીનાડા, તુના,જબૂગામ,ભામાડીયા,ડહેલી,પીઠોર 18 ગામોનો સમાવેશ થયો હતો.આ લોક સુનાવણીમાં ધારાસભ્ય ચૈતર વસાવા,પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા,દિલીપ વસાવા અને અનિલ ભગત તેમજ શરલાબેન વસાવા, બળવંતસિંહ ગોહિલ સહિત અસરગ્રસ્ત ગામોના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

સ્થાનિક આગેવાનો સહિત જન પ્રતિનિધિઓ દ્વારા એક સૂરમાં લોક સુનાવણીનો બહિષ્કાર કરવામાં આવ્યો:- લોક સુનાવણીમાં ઉપસ્થિત જન પ્રતિનિધિઓ અને સ્થાનિક અસરગ્રસ્ત આગેવાનોએ પોતાના વાંધાઓ રજૂ કરી વિરોધ નોંધાવ્યો હતો, ધારાસભ્ય ચૈતર વસાવા, દિલીપ વસાવા તેમજ વાલીયાના અસરગ્રસ્ત ખેડૂતો અને સ્થાનિક આગેવાનોએ એક સૂરમાં લોક સુનાવણી નો બહિષ્કાર કરી તમામ લોકોએ વિરોધ નોંધાવ્યો હતો અને પોતાની જમીનો કોઈપણ કિંમતે નહીં આપીએ તેમ જણાવ્યું હતું.

કાદર ખત્રી, ઝઘડિયા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com