લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ અરજદાર વ્યકિતગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિવિષયક અને સર્વિસ મેટર સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં થતો ન હોય તો તેવા કામોનો નિકાલ આ કાર્યક્રમમાં કરવામાં આવે છે. ભરૂચ ગ્રામ્ય મામલતદાર કચેરી ખાતે મામલતદાર એમ. ડી. મિસ્ત્રીના તેમજ અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે ભરૂચ જિલ્લા આયોજન અધિકારીના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે અંકલેશ્વર પ્રાંત અધિકારી ભવદિપસિંહ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. આ તકે, અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે ૦૮ જેટલી અરજીઓના અરજદારોને રૂબરૂ સાંભળી અરજદારો દ્વારા રજુ થયેલ તમામ પ્રશ્નોના હકારાત્મક નિકાલ કરવામાં આવ્યા હતા.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com