Geo Gujarat News

આમોદ: કશ્મીરના પહેલગામમાં થયેલી આંતકવાદી ઘટનાને આમોદ કોંગ્રેસે વખોડી મૃતકોને શ્રધ્ધાંજલિ આપી

કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ગોળીબાર કરીને પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા હતાં.જે બાબતે આમોદ તાલુકા કૉંગ્રેસ કમિટી દ્વારા ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે શ્રધ્ધાંજલિનો કાર્યક્ર્મ રાખવામા આવ્યો હતો.

મીણબત્તી સળગાવી મૃતકોને શ્રધ્ધાંજલિ અપાઈ:- જેમાં આમોદ તાલુકા કૉંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી,શહેરના કૉંગ્રેસ પ્રમુખ મહેશ પટેલ, કૉંગ્રેસી આગેવાન મહેબૂબ કાકુજી,જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા,પાલીકાના પુર્વ પ્રમુખ સાજીદ રાણા, ઉમેશ પંડ્યા, મુકેશ વસાવા સહિત તાલુકાના કોંગેસી આગેવાનોએ ડૉ.બાબા સાહેબની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કર્યા બાદ કાશ્મીરના પહેલગામમાં થયેલી આતંકવાદી ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી આકરી નિંદા કરી હતી.

અને મૃતકોને શ્રધધાંજલિ આપી હતી.કૉંગ્રેસી આગેવાનોએ હાથમા પ્લેકાર્ડ લઇ હવે નિંદા નહી આરપારની લડાઈ લડવા તેમજ પાકિસ્તાનને આકરો જવાબ આપોની માંગ કરી આતંકવાદીઓ સામે બદલો લેવાં જણાવ્યુ હતું.

યાસીન દિવાન, આમોદ

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *