પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાનો કાળી પટ્ટી બાંધી વિરોધ કરવામાં આવ્યો હતો ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે 22 એપ્રિલ, 2025ના રોજ વૈશાખ સુદ બીજના મંગળવારના દિવસે ભગવાન પરશુરામજીના જન્મોત્સવની સમસ્ત ઝઘડીયા તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા સાદગીથી ઊજવણી કરવામાં આવી હતી. સામાન્ય રીતે ભવ્ય શોભાયાત્રા અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવાતો આ ઉત્સવ, જમ્મુ-કશ્મીરના પહલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાને પગલે શોકભેર અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાયો હતો.આ પ્રસંગે ભાલોદ ગામના મુખ્ય બજાર ખાતે આવેલા મહાકાળી માતાના મંદિરથી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં ઝઘડીયા તાલુકાના વિવિધ ગામોના બ્રાહ્મણ ભુદેવો તથા બ્રહ્મ સમાજના અગ્રણીઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા. મૌન રેલી મુખ્ય માર્ગો પર સંચાલિત થઈને મોક્ષનાથ મહાદેવના મંદિરે સમાપ્ત થઈ હતી.ત્યાં ઉપસ્થિત ભુદેવો દ્વારા પરશુરામજીનું પૂજન, અર્ચન તથા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ જમ્મુ-કશ્મીરના પહલગામ વિસ્તારમાં નિર્દોષ હિંદુ ભાઈઓ ઉપર થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા લોકો માટે શ્રદ્ધાંજલિ સભા યોજી એક મિનિટ મૌન પાળી શોક વ્યકત કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે સમગ્ર કાર્યક્રમમાં શ્રદ્ધા, શાંતિ અને સાદગી છવાઈ રહી હતી.
Author: Kadar Khatri
સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919925675241