Geo Gujarat News

આમોદ: મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં ભાજપે ઓફિસ ખોલતા કોંગ્રેસે ધરણા પ્રદર્શન વિરોધ નોંધાવ્યો

આમોદ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં ભાજપે ઓફિસ ખોલતા કોંગ્રેસનો દ્વારા અનેક વખત મામલતદારને મૌખિક તેમજ લેખિતમાં રજૂઆત કરી હતી.છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નહી આવતાં કોંગ્રેસ પાર્ટીએ મામલતદાર કચેરીમાં બેસી ધરણા કરતાં પોલીસે ૧૬ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી. આમોદ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલી પી.ડબલ્યુ.ડી.ની સરકારી ઓફિસમાં ભાજપે ઓફિસ બનાવ્યા હોવાના આક્ષેપો કરી મામલતદારને લેખીત તેમજ મૌખિક રજુઆત કરી હતી છતાં તંત્ર તરફથી કોઈ જવાબ નહી મળતા આજ રોજ આમોદ તાલુકા કૉંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી તેમજ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાની આગેવાની હેઠળ કાર્યકરોએ મામલતદારની ચેમ્બરમાં બેસી ધરણા કરતાં પોલીસે આમોદ તાલુકા કૉંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી, વિધાનસભાના યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા, યુવા કાર્યકર નીલકંઠસિંહ સિંધા,ઉમેશ પંડ્યા,મુકેશ વસાવા,મણીલાલ પ્રજાપતિ, ઉસ્માન મિડી, દુલભા મલેક સહિત ૧૬ કાર્યકરોની અટકાયત કરી છોડી મુક્યા હતાં. જો કે આમોદ મામલતદાર કોંગ્રેસની સાચી રજુઆતને ધ્યાને લેતા ના હોય કોર્ટમાં ફરિયાદ કરવાની ચીમકી આપી હતી.

યાસીન દિવાન, આમોદ

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *