Geo Gujarat News

ભરૂચ: મીની વાવાઝોડામાં શહેરનાઅનેક જગ્યાએ નુકશાન પહોંચ્યું, BJP ના જિલ્લા પ્રમુખ મદદે દોડી ગયા

ભયંકર વાવાઝોડુ આવવાથી ભરૂચ શહેરના અનેક જગ્યાએ વૃક્ષો ધરાશય તથા છાપરાઓ ઉડવાના બનાવો બન્યા હતા. જેની જાણ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશભાઈ મોદીને થતા શહેર ભાજપના કાર્યકર્તાઓ સાથે અસરગ્રસ્ત વિસ્તાર જેવા કે ચકલા, કંસારવાડ, દરવાજા, કોટ વિસ્તાર દાંડિયા બજાર, આચારજીની ચાલ, મકતમપુર, કોર્ટ રોડ વગેરે વિસ્તારની મુલાકાત લઇ ડી.જી.વી. સી.એલ તેમજ ભરૂચ નગર પાલિકાના ફાયર બ્રિગેડ કર્મચારીઓને યુદ્ધના ધોરણે કામગીરી કરવા સૂચના આપી સ્થળ પર સાથે ઉભા રહી કામગિરી કરાવી હતી. તથા જ્યોતિનગર મહાદેવના મંદિર પાસે નંદી મહારાજનું આકસ્મિક મૃત્યુ થયું હતું. તેમને જી.સી.બી વડે યોગ્ય જગ્યાએ મોકલી અંતિમ વિધિ માટે તૈયારી કરાવી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *